Expert Talk on : "Building Inclusive Workplaces: Gender, Equity & Belonging."
Date: 11.07.2026
Speaker: Raadhikaa Nandgiri
Venue: BDMA Conference Hall, 7-X Business Hub, College Road, Bharuch
This session will explore how gender influences workplace experiences and why inclusion matters in building respectful, high-performing teams. Through practical examples and workplace scenarios, participants will gain a better understanding of bias, equity, allyship, and the role each individual plays in creating a culture of respect, fairness, and equal opportunity.
Key Topics:
- Gender and workplace inclusion
- Unconscious bias and everyday behaviours
- Equity, respect and equal opportunity
- Creating inclusive and collaborative teams
- The role of employees, managers and leaders
- Practical actions to foster belonging and inclusion
- Interactive Q&A
ભરૂચમાં ISTD ચેપ્ટર દ્વારા "બિલ્ડિંગ ઇન્ક્લુસિવ વર્ક પ્લેસિસ" વિષય પર વિશેષ વાર્તાલાપ યોજાયો.
શનિવાર તા. 11 જુલાઈના રોજ ભરૂચના BDMA સેમિનાર હોલ ખાતે ઇન્ડિયન સોસાયટી ફોર ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ ભરૂચ ચેપ્ટર દ્વારા યોજાયેલ સેમિનારમાં માનવેન્દ્ર ફાઉન્ડેશનના ડાયવર્સિટી એન્ડ ઇન્ક્લુઝન નિષ્ણાત રાધિકા નંદગિરિએ HR પ્રોફેશનલ્સ, ઉદ્યોગ જગત અને વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા.
તેમણે જણાવ્યું કે ડાયવર્સિટી, ઇક્વિટી અને ઇન્ક્લુઝન માત્ર સામાજિક જવાબદારી નહીં, પરંતુ સંસ્થાની સફળતાનો આધાર છે.કાર્યક્રમ દરમિયાન કાર્યસ્થળ પરના અજાણતા પૂર્વગ્રહો, મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર સમુદાય સામેના પડકારો તેમજ સૌને સમાન તક અને સન્માન મળે તે માટે જરૂરી પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ પ્રસંગે રાધિકા નંદગિરિએ 'BELONG' મોડલ રજૂ કરીને વધુ સમાનતાપૂર્ણ અને સર્વસમાવેશક કાર્યસ્થળ નિર્માણ માટે નાના પરંતુ અસરકારક પગલાં ભરવા સંસ્થાઓને અપીલ કરી.
આ પ્રસંગે ચેપ્ટરના ચેરમેન જે. એન. સુકાનંદન તથા વાઇસ ચેરમેન ડો. તૃપ્તિ અલમોલા સહિત ભરૂચ ISTD ચેપ્ટર ના પદાધિકારીઓ, હોદેદારો તથા મોટી સંખ્યા માં ઉપસ્થિત ડિલિગેટ્સે સેમિનાર નો લાભ લીધો હતો.